ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે – સારી સ્કૂલમાં ભણવું, મોટી કોલેજમાંથી ડિગ્રી લેવી, ડોક્ટર કે એન્જિનિયર બનવું, કે પછી વિદેશ જઈને અભ્યાસ કરવો. પણ સાચું કહું તો, પૈસાની કમી આ સપનાઓને અડધી વચ્ચે અટકાવી દે છે. એસબીઆઇ પ્લેટિનમ જ્યુબિલી આશા સ્કોલરશીપ 2025
જો તમારું પણ હૃદય એવું જ તૂટી રહ્યું છે, તો ખુશખબર એ છે કે State Bank of India (SBI) લાવ્યું છે Platinum Jubilee Asha Scholarship 2025-26. આ સ્કોલરશિપ સ્કૂલથી લઈને IIT, IIM, મેડિકલ, વિદેશી અભ્યાસ સુધીના વિદ્યાર્થીઓને સીધી આર્થિક મદદ આપે છે.
ચાલો, હવે જાણીએ કે કોણ આ સ્કોલરશિપ માટે અરજી કરી શકે, કેટલું સહાય મળે છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.
SBI Scholarship 2025 – એક નજરમાં
યોજના નામ | Platinum Jubilee SBI Asha Scholarship 2025-26 |
---|---|
બેંક | State Bank of India (SBI) |
લાભાર્થી | સ્કૂલ, UG, PG, મેડિકલ, IIT, IIM અને વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી |
સહાયની રકમ | ₹15,000 થી લઈને ₹20 લાખ સુધી (કોર્સ પ્રમાણે) |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
શરૂઆતની તારીખ | 19 સપ્ટેમ્બર 2025 |
છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2025 |
એસબીઆઇ પ્લેટિનમ જ્યુબિલી આશા સ્કોલરશીપ 2025 સ્કોલરશિપ મળશે? (SBI Scholarship Amount)
અભ્યાસનો સ્તર | સહાય રકમ (દર વર્ષે) |
---|---|
સ્કૂલ (કક્ષા 9 થી 12) | ₹15,000 સુધી |
ગ્રેજ્યુએશન (ટોપ NIRF/NAAC ‘A’ કોલેજો) | ₹75,000 સુધી |
પોસ્ટ ગ્રેજ્યુએશન | ₹2,50,000 સુધી |
મેડિકલ વિદ્યાર્થીઓ | ₹4,50,000 સુધી |
IIT વિદ્યાર્થી | ₹2,00,000 સુધી |
IIM વિદ્યાર્થી | ₹5,00,000 સુધી |
વિદેશી અભ્યાસ | ₹20,00,000 સુધી |
એસબીઆઇ પ્લેટિનમ જ્યુબિલી આશા સ્કોલરશીપ 2025 કોણ અરજી કરી શકે? (Eligibility Criteria)
સ્કૂલ (કક્ષા 9–12)
- માત્ર ભારતીય વિદ્યાર્થીઓ
- ગયા વર્ષે 75%+ માર્ક્સ
- પરિવારની આવક ≤ ₹3,00,000
ગ્રેજ્યુએશન / પોસ્ટ ગ્રેજ્યુએશન (ટોપ 300 NIRF/NAAC A કોલેજો)
- ભારતીય વિદ્યાર્થી
- ગયા વર્ષે 7 CGPA / 75%+ માર્ક્સ
- પરિવારની આવક ≤ ₹6,00,000
મેડિકલ, IIT અને IIM વિદ્યાર્થી
- ટોપ કોલેજ/ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- ગયા વર્ષે 7 CGPA / 75%+ માર્ક્સ
- પરિવારની આવક ≤ ₹6,00,000
SBI Asha Scholarship 2025-26 વિદેશી અભ્યાસ
- માત્ર SC/ST વિદ્યાર્થીઓ
- QS/THE વર્લ્ડ ટોપ 200 યુનિવર્સિટીમાં એડમિશન
- પરિવારની આવક ≤ ₹6,00,000
ખાસ નોંધ:
- SC/ST માટે 10% માર્ક્સમાં છૂટછાટ
- 50% સીટ છોકરીઓ માટે રિઝર્વ
- 50% સીટ SC/ST માટે રિઝર્વ
કયા ડોક્યુમેન્ટ જોઈએ?
- ગયા વર્ષના માર્કશીટ
- આધાર કાર્ડ
- આવકનો પુરાવો (ઇન્કમ સર્ટિફિકેટ/સેલેરી સ્લિપ/ફોર્મ 16)
- બેંક એકાઉન્ટ વિગતો
- એડમિશન પ્રૂફ (લેટર/આઈડી કાર્ડ/બોનાફાઈડ)
- ફોટો, મોબાઇલ નંબર, ઇમેલ
- કાસ્ટ સર્ટિફિકેટ (જો લાગુ પડે)
SBI Asha Scholarship 2025-26 કેવી રીતે કરશો ઓનલાઈન અરજી?
સ્ટેપ 1 – રજિસ્ટ્રેશન કરો
- અધિકારીક વેબસાઇટ ખોલો
- “Apply” પર ક્લિક કરો
- “Register” પસંદ કરી તમારી વિગતો ભરો
- ફોર્મ ભર્યા પછી Submit કરો
- તમને Login ID અને Password મળશે – તેને સુરક્ષિત રાખો
સ્ટેપ 2 – Login કરી અરજી કરો
- Login કરો અને Application Form ભરો
- બધા જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો
- અંતે Submit પર ક્લિક કરો
- અરજીની રસીદ ડાઉનલોડ કરી રાખો
Important Links
Online Apply Link | Click Here to Apply Online |
Official Website | Visit Website |