ખેડૂત મિત્રો, આજે ખેતીમાં સૌથી મોટો પડકાર શું છે ખબર છે? રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના વધતા ઉપયોગથી જમીનની શક્તિ ઘટતી જાય છે. પાક તો થાય છે, પણ સ્વાદ અને તંદુરસ્તી બંને ગુમ થઈ જાય છે. આવી સ્થિતિમાં કુદરતી ખેતી તરફ પાછા વળવું માત્ર જરૂરી જ નથી, પણ આવશ્યક છે. Gay Nibhav Kharch Yojana 2025
ગુજરાત સરકારએ ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા એક ખાસ યોજના શરૂ કરી છે – ગાય નિભાવ ખર્ચ યોજના. આ યોજના અંતર્ગત ખેડૂતોને ગાયના નિભાવ માટે દર વર્ષે ₹10,800 સુધીની સીધી નાણાકીય સહાય આપવામાં આવશે.
ગાય નિભાવ ખર્ચ યોજનાનો હેતુ
આ યોજના પાછળનો સૌથી મોટો વિચાર એ છે કે ખેડૂત કુટુંબ ગાય આધારિત કુદરતી ખેતી તરફ આગળ વધે.
- રાસાયણિક ખાતરનો ખર્ચ ઓછો થાય
- જમીનની ઉપજાઉ શક્તિ વધે
- પાક શુદ્ધ અને તંદુરસ્ત મળે
- દેશી ગાયનું મહત્વ જળવાય
સરકાર ઈચ્છે છે કે ગામડાંના દરેક ખેડૂત કુટુંબ પાસે એક દેશી ગાય હોય, જે કુદરતી ખેતીનું આધારસ્તંભ બની શકે.
યોજના હેઠળ સહાય કેટલું મળશે? Gay Nibhav Kharch Yojana 2025
- દર મહિને સહાય: ₹900
- વર્ષમાં કુલ સહાય: ₹10,800
- સહાયની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થશે
આ નાની રકમ દેખાય છે, પણ એક ગાયનું સંભાળખુ રાખવા માટે મોટું આધાર બને છે.
કોણ લાભ લઈ શકે? (પાત્રતા) Gay Nibhav Kharch Yojana 2025
- આ યોજના માટે નીચેના ખેડૂતો અરજી કરી શકે:
- ખેડૂત કુટુંબ જે પ્રાકૃતિક ખેતી કરે છે અથવા શરૂ કરવા ઇચ્છે છે
- આઇડેન્ટિફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોય તે
- પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોય તેવા ખેડૂત
- અગાઉના વર્ષે સહાય ન લીધી હોય તેવા નવા લાભાર્થી
Gay Nibhav Kharch Yojana 2025 જરૂરી દસ્તાવેજો
- અરજી કરતી વખતે ખેડૂત મિત્રો પાસે આ દસ્તાવેજો હોવા જોઈએ:
- આધાર કાર્ડ
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
- જમીનના 7/12 અને 8-અ ની નકલ
- જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક
ગાય નિભાવ ખર્ચ યોજના અરજી પ્રક્રિયા
- અરજી માત્ર ઑનલાઇન i-Khedut 2.0 પોર્ટલ પર કરી શકાય છે
- અરજીઓ માટે પોર્ટલ 8 સપ્ટેમ્બરથી ખુલ્લું મુકાયું છે
- છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2025 સુધી છે
- અરજી કર્યા પછી યોગ્ય ખેડૂતોને સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થશે
યોજનાના મોટા ફાયદા
આ યોજના માત્ર પૈસાની મદદ નથી, પણ ખેડૂતો માટે એક નવી દિશા છે:
- દેશી ગાયનું મહત્વ વધશે
- જમીનની ઉપજાઉ શક્તિ જળવાશે
- પાક સ્વસ્થ અને ઝેરમુક્ત રહેશે
- કુદરતી ખેતીનો વ્યાપ વધશે
- ખેડૂતોને લાંબા ગાળે વધુ નફો મળશે