e-Aadhaar App Launch: હવે આધાર કાર્ડમાં નામ, સરનામું અને મોબાઇલ નંબર અપડેટ કરવું થશે વધુ સહેલું

શું ક્યારેય તમને આધાર કાર્ડમાં નાનું બદલાવ કરવા માટે કલાકો સુધી આધાર સેવા કેન્દ્ર પર ઉભા રહેવું પડ્યું છે? માત્ર મોબાઇલ નંબર બદલવો હોય કે નવું સરનામું ઉમેરવું હોય, ત્યારે પણ ઘણી વખત ફરી ફરી જવું પડે છે. એ થાકાવનારું છે ને? e-Aadhaar App Launch

આ જ મુશ્કેલી હવે ધીમે ધીમે પૂરી થવાની છે. કારણ કે ભારત સરકાર આધાર કાર્ડ ધારકો માટે એક નવું મોબાઇલ એપ્લિકેશન લાવી રહી છે. UIDAI દ્વારા બનાવવામાં આવતું આ e-Aadhaar App તમારા સ્માર્ટફોનમાં જ આધાર સંબંધિત ઘણી સેવાઓ લાવી દેશે.

e-Aadhaar શું છે?

સાદા શબ્દોમાં કહીએ તો e-Aadhaar એટલે આધાર કાર્ડનું ડિજિટલ રૂપ. આજ સુધી આપણે તેને આધાર નંબર અને OTP વેરિફિકેશન વડે ડાઉનલોડ કરતા હતા. પરંતુ હવે આ નવું મોબાઇલ એપ્લિકેશન એ જ પ્રક્રિયાને વધારે સરળ બનાવી દેશે.

તમારે માત્ર તમારા ફોનથી જ નામ સુધારવું હોય, સરનામું બદલવું હોય કે જન્મ તારીખ જેવી અગત્યની વિગતોમાં ફેરફાર કરવો હોય બધી જ વસ્તુ ઘર બેઠા થઈ જશે. હવે નાની બાબતો માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે.

આ એપ્લિકેશનમાં શું ખાસ છે?

રિપોર્ટ્સ મુજબ આ એપ્લિકેશનમાં AI અને Face ID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે હવે આધાર કાર્ડમાં ફેરફાર કરવો માત્ર સરળ નહીં, પણ સુરક્ષિત પણ બની જશે.

કહેવાય છે કે આ એપ લોન્ચ થયા પછી માત્ર બાયોમેટ્રિક અપડેટ—જેમ કે ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન માટે જ સેવા કેન્દ્ર જવું પડશે. બાકી બધું કામ એપ દ્વારા પૂરુ થઈ જશે.

વિચાર કરો, કેટલો મોટો બદલાવ છે આ! કાગળોની ભાગદોડ ઘટશે, છેતરપિંડીના કેસ ઓછા થશે અને સૌથી મહત્વનું—સમય બચે છે.

કયા દસ્તાવેજો સપોર્ટ થશે?

UIDAIનું પ્લાન છે કે એપ સીધા સરકારી સોર્સમાંથી જ તમારી માહિતી ઓટોમેટિક મેળવી લેશે. એટલે કે તમને વારંવાર સ્કેન કે અપલોડ કરવાની ચિંતા કરવાની નહીં પડે.

જન્મ પ્રમાણપત્ર હોય, પાન કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાયસન્સ તમારા જરૂરી દસ્તાવેજો સિસ્ટમમાંથી જ ખેંચાઈ જશે. એ સિવાય રેશન કાર્ડ, મનરેગા રેકોર્ડ્સ કે વીજળીના બિલ જેવી માહિતી પણ સરળતાથી વેરિફાય થશે.

Leave a Comment